Skip to main content

અમારા વિશે

2007 માં તેમની સુગમ શરૂઆતથી આજદિન સુધીમાં તેરૈયા ગૃપ ઘણું આગળ વધી રહ્યું છે. મેહતા ઇનફ્રાસ્ટ્રક્ચરના નામે શ્રી ધીરજલાલ લક્ષ્મણભાઈ તેરૈયા દ્વારા આ માળખાની સ્થાપના કરવામાં આવી હતી.

તેરૈયા ગૃપ વિશે

તેઓની સફળ શ્રેણી ની શરૂઆત 2008 માં તેમના પ્રથમ પ્રોજેકટ ગ્રીન પાર્ક થી થઈ હતી. ત્યારબાદ ગ્રીન સિટી અને સાઈ શરણ પ્રોજેક્ટ્સ ની શરૂઆત થઈ. આ બધા જ પ્રોજેક્ટ્સ 2011 માં ખૂબ સફળ રહ્યા. તેઓના રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સની પ્રશંશા અને સ્વીકૃતિથી ગૃપને આવી જ વધુ યોજનાના નિર્માણ કાર્ય માટે હિમ્મત અને આત્મવિશ્વાસ મળ્યો.

શ્રી અક્ષય ધીરજલાલ તેરૈયા ના નેતૃત્વ હેઠળ આજે આ ગૃપ અન્ય 5 ગૃપ કંપનીઓને સમાવે છે. તેઓના નેતૃત્વ હેઠળ ગૃપે અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સ જેવા કે “અધિષ્ઠાન- લક્ઝૂરીઅસ રેસિડેન્શિયલ પ્રોજેક્ટની શરૂઆત કરી.

ગૃપનું સંચાલન એવા અનુભવી લોકો દ્વારા કરવામાં આવે છે કે જેઓનું શૈક્ષણિક બેકગ્રાઉંડ સિવિલ એન્જીનિયરીંગ ની ડિગ્રીઓ થી સજ્જ છે, તેમજ તેઓ બાંધકામ અને જમીન વિકાસના ક્ષેત્રે નિષ્ણાંત છે. ઉપરાંત આ નિષ્ણાંતોને અન્ય ક્ષેત્રે સમર્થન આપવા ઇન હાઉસ ટીમ પણ છે. એ ટીમમાં અલગ-અલગ ક્ષેત્રોના નિષ્ણાંતો જેવા કે આર્કિટેક્ચર, ઇંટિરિયર્સ, કાનૂની, નાણાં, જાહેરાત અને માર્કેટિંગ નો સમાવેશ થાય છે.

અહી આ વન સ્ટોપ શોપ ના ખેલાડીઓ વર્ષોથી તેમની સાથે છે, અને તેઓ વર્ષોથી ઝડપી અને કાર્યક્ષમ સેવા સાથે શ્રેષ્ઠ અને ફિનિશ્ડ પ્રોડક્ટની ખાતરી આપે છે. વાસ્તવમાં ગૃપ તેના ગ્રાહકોને, પસંદગીના ધોરણો સાથે ત્યા સુધીની સેવાઓની સુવિધા પૂરી પાડે છે જ્યાં સુધી ગ્રાહકોની જરૂરિયાત હોય.

કંપની

અમે અમદાવાદ સ્થિત એક વ્યાવસાયિક આર્કિટેક્ચર ફર્મ છીએ

મળો અમારી ટીમને

નવીન અને અનન્ય આર્કિટેક્ચર બનાવવા માટે અમારી પાસે ફિલાડેલ્ફિયા સ્થિત પુરસ્કાર વિજેતા અને શિસ્તબદ્ધ ટીમ છે. વધુ સુંદર વિશ્વ બનાવવા અમે વ્યવસાયની સાથોસાથ લોકોની સાથે પણ કામ કરીએ છીએ.

“ગુણવત્તા વાળી શહેરી જીવનશૈલી બનાવવી, મજબૂત સમુદાયોનું નિર્માણ કરવું.”

શ્રી અક્ષય ધીરજલાલ તેરૈયા સીઈઓ, સ્થાપક
સીઈઓ, સ્થાપક

શ્રી અક્ષય ધીરજલાલ તેરૈયા

સહયોગી ટીમ

ખૂસલ શાહ

સહયોગી ટીમ

નીલેશ પરીખ

સહયોગી ટીમ

ધવલ બોરીસાગર

વિઝન

અમે તંદુરસ્ત રિયલ એસ્ટટની સ્થાપનાની કલ્પના કરીએ છીએ.

મિશન

પોસાય તેટલા ભાવમાં અમે શ્રેષ્ઠ રેસિડેન્શિયલ અને કોમેર્શિયલ જગ્યાઓને વિકસાવવાનો ઇરાદો રાખીએ છીએ, જે મહતમ લાભો પ્રદાન કરે.

અમારા લક્ષ્યો

અમારા ગ્રાહકોના સંતોષ માટે અમે ખાતરી આપીએ છીએ કે અમે હાથ ધરેલ તમામ પ્રોજેક્ટ્સ ને સફળતા પૂર્વક પૂર્ણ કરવા હરહમેશ તત્પર રહીશું.

  • પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા સાથે અમારા બીઝનેસ ને ચલાવવા માટે
  • અમારા તમામ વ્યવહારો અને ઉપક્રમોમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા.
  • અમારી પાસે આવનાર દરેક ગ્રાહકના પૈસાનું મહતમ વળતર પ્રદાન કરવા.
  • ગ્રાહક પ્રત્યેની અમારી જવાબદારીઓને પૂર્ણ કરવા.
  • અમે જે માર્કેટમાં કામ કરીએ છીએ તેમાં વિશ્વસનિયતા કમાવવા અને જાળવી રાખવા માટે.
  • હાથ ધરવામાં આવેલ દરેક પ્રેઓજેક્ટ ને આંતરિક નાણાંની વ્યવસ્થા કરવા માટે.

સંસ્કૃતિ

“ધરોહરની જાળવણી કરવી અને નવીનતાને સ્વીકારરવી

આ ટેગલાઇન હાઇલાઇટ કરે છે કે મોડર્ન અને નવીન બિલ્ડિંગ્સ ના પ્રોજેક્ટ્સમાં, સાંસ્કૃતિક ધરોહરનું સન્માન અને જાળવણી નું મહત્વ રાખવું. તે પરંપરા અને આર્કિટેક્ચરલ ડીઝાઈનમાં પ્રગતિના સુમેળભર્યા મિશ્રણને દર્શાવે છે.

01

વિવિધતા અને સમાવેશ માટે જગ્યાઓ બનાવવી”

આ ટેગલાઈન સમાવેશી અને વૈવિધ્યસભર જગ્યાઓ બનાવવામાં સંસ્કૃતિ ની ભૂમિકા પર ભાર મૂકે છે. તે બિલ્ડીંગ પ્રોજેક્ટસ માટે એવા વિચારો લઈને આવે છે કે જે વિવિધ સંસ્કૃતિની પૃષ્ઠભૂમિ, માન્યતાઓ, જરૂરિયાતો તેમજ એકતા અને સ્વીકૃતિની ભાવનાને પ્રોત્સાહન આપતું હોય.

02

“પ્રેરણાદાયક જોડાણો, સંવર્ધિત સમાજ

આ ટેગલાઈન એવા પ્રોજેક્ટ્સના નિર્માણના મહત્વને દર્શાવે છે કે જે સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ, સહયોગ અને સમુદાયના જોડાણને સરળ બનાવે છે. તે જગ્યાઓ બનાવવામાં સંસ્કૃતિની ભૂમિકાને પ્રકાશિત કરે છે, જે લોકોને જોડાવા, અનુભવો શેર કરવા અને સબંધની ભાવના કેળવવા પ્રોત્સાહિત કરે છે.

03